ઉત્તરપ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ ક્ષેત્રને આજથી વાહનરહિત ક્ષેત્ર જાહેર કર્યો છે. આ નિર્ણય 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અવસર પર અપેક્ષિત ભીડના યોગ્ય સંચાલન માટે કરાયો છે. ભીડ પર નજર રાખવા તેમજ સંગમ પર ભક્તોના વિશાળ મેળાવડાને નિયંત્રિત કરવા સંકલિત નિયંત્રણ અને આદેશ કેન્દ્રને સક્રિય કરાયું છે. સાંભળીએ એક અહેવાલ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહાકુંભમાં ભાગ લેવા પ્રયાગરાજ જશે. તેઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ સ્થળ પર પવિત્ર જળમાં ડૂબકી પણ લગાવશે. શ્રી શાહ પુરી અને દ્વારકાના શંકરાચાર્ય સહિત અનેક સંતોને પણ મળશે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:48 એ એમ (AM)
પ્રયાગરાજમાં મહાકુંભ ક્ષેત્રને આજથી વાહનરહિત ક્ષેત્ર જાહેર કરાયો
