ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 12, 2025 2:15 પી એમ(PM) | પૂર્ણિમા સ્નાન | પ્રયાગરાજ

printer

પ્રયાગરાજમાં મહાકુંભના માઘી પૂર્ણિમા સ્નાનમાં આજે માનવ મહેરામણ

પ્રયાગરાજમાં આજે મહાકુંભનું માઘી પૂર્ણિમા સ્નાન ચાલી રહ્યું છે. આ સ્નાનનું વિશેષ મહત્વ છે કારણ કે તે કલ્પવાસની ખાસ વિધિના સમાપનનું પ્રતીક છે. આ વર્ષે 10 લાખથી વધુ કલ્પવાસીઓ તેમાં ભાગ લેશે. મહાકુંભમાં કલ્પવાસ ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમા સુધી પ્રયાગરાજમાં સંગમના કિનારે કલ્પવાસ કરવાથી હજાર વર્ષની તપસ્યાનું ફળ મળે છે.
ઉત્તરપ્રદેશ સરકારે આ પ્રસંગે ખાસ ટ્રાફિક વ્યવસ્થા તેમજ મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 46 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું છે.