ફેબ્રુવારી 7, 2025 10:03 એ એમ (AM)

printer

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશના ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિશે લોકોને જાગૃત કરવા માટે એક ડિજિટલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશના ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિશે લોકોને જાગૃત કરવા માટે એક ડિજિટલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સક્ષમ અધિનિયમ છે.
ગયા વર્ષે પહેલી જુલાઈના રોજ દેશભરમાં નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હતા જે ભારતની ન્યાયિક પ્રણાલીમાં ઐતિહાસિક પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે.
સાયબર ક્રાઇમ અને સંગઠિત ગુના જેવા સમકાલીન પડકારોનો સામનો કરવા માટે એક નવું માળખું રજૂ કરવામાં આવ્યું છે, સાથે સાથે પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવામાં આવે છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે નવા કાયદાઓએ ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લીધું છે.