પ્રયાગરાજના સંગમ ખાતે પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે 43 દિવસ ચાલનાર માઘ મેળાનોગઇકાલે પ્રારંભથયો છે ગઇકાલે૪ વાગ્યા સુધીમાં ૨1 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. મેળાવિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટેવહીવટીતંત્રે વ્યાપક વ્યવસ્થા કરી છે.તબીબી કટોકટી માટે ૨૦ બેડ ધરાવતી બેહોસ્પિટલો સ્થાપિત કરવામાં આવી છે. મેળાનો વિસ્તાર ૧૭ પોલીસ સ્ટેશન, ૪૨પોલીસ ચોકીઓ અને એક સમર્પિત પોલીસ કંટ્રોલ રૂમ સાથે સુરક્ષિત છે. લગભગ ૪૦૦સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. રાજ્ય માર્ગ પરિવહન નિગમની ત્રણ હજાર આઠસોબસો તૈનાત કરવામાં આવી છે. માઘ મેળા દરમિયાન છ મુખ્ય સ્નાન પ્રસંગો હશે, જેનુંસમાપન મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન સાથે થશે. ઉત્તર પ્રદેશના સંસ્કૃતિ અને પર્યટનમંત્રી શ્રી જયવીર સિંહે જણાવ્યું હતું કે માઘ મેળો માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુભારતીય નૈતિકતાની જીવંત અભિવ્યક્તિ છે.
Site Admin | જાન્યુઆરી 4, 2026 9:44 એ એમ (AM)
પ્રયાગરાજના સંગમ ખાતે 43 દિવસ ચાલનાર માઘ મેળાનો પ્રારંભ – ૨1 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું