જુલાઇ 27, 2025 9:21 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી 75 ટકા રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે ઉભરી આવ્યા

અમેરિકા સ્થિત ડેટા એનાલિટિક્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા હાથ ધરાયેલા તાજેતરના વૈશ્વિક સર્વે અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 75 ટકા રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે ઉભરી આવ્યા છે.4 થી 10 જુલાઈ, 2025 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા આ સર્વેક્ષણમાં પ્રધાનમંત્રી મોદી તેમના વૈશ્વિક સમકક્ષો કરતાં ઘણા આગળ છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ 59% રેટિંગ સાથે બીજા સ્થાને જ્યારે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મેઇલી 57% સાથે ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે પ્રધાન મંત્રી મોદીએ ગઈકાલે 4 હજાર 79 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો અને ઇન્દિરા ગાંધીને પાછળ છોડીને ભારતના બીજા સૌથી લાંબા સમય નો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી બન્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.