પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં મહારાષ્ટ્રે દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. આ યોજના હેઠળ મહારાષ્ટ્રે એક લાખ 92 હજાર 936 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરીને આ સિદ્ધી હાંસલ કરી છે. આ યોજના ગયા વર્ષે 13 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવી હતી અને આ વર્ષે 10 માર્ચ સુધીમાં દેશમાં 10 લાખ 9 હજાર સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. શ્રી ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્ર આ યોજનામાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. આ યોજના હેઠળ, વર્ષ 2026-27 સુધીમાં એક કરોડ પરિવારોને સૌર ઉર્જા પૂરી પાડવાનો લક્ષ્યાંક છે.
Site Admin | માર્ચ 15, 2025 8:07 એ એમ (AM)
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં મહારાષ્ટ્રે દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે
