ડિસેમ્બર 9, 2025 8:09 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વિજળી યોજનામાં સાત હજાર 75 પોઈન્ટ 78 મેગાવોટ સૌર ઉર્જા સ્થાપિત કરવામાં આવી – ગુજરાત દેશમાં પ્રથમ.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વિજળી યોજના હેઠળ, દેશમાં કુલ સાત હજાર 75 દશાંશ 78 મેગાવોટ છત પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં આવી છે.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં, નવીન અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઈકે જણાવ્યું હતું કે આ યોજનાનો હેતુ નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં એક કરોડ રહેણાંક ઘરોમાં છત પર સૌર ઉર્જા સ્થાપિત કરવાનો છે, જેનો ખર્ચ 75 હજાર 21 કરોડ છે.
આ યોજના હેઠળ છત પર સૌર ઉર્જા સ્થાપનોમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે, જેની ક્ષમતા એક હજાર 828 મેગાવોટથી વધુ છે.
તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રીય નાણાકીય સહાય હેઠળ યોજનાના લાભાર્થીઓને કુલ ૧૩ હજાર ૭૯૩ કરોડ રૂપિયાથી વધુ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.