માર્ચ 12, 2025 9:49 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી સૂર્ય ઘર, મફત વીજળી યોજનાએ 10 માર્ચ સુધીમાં દેશભરમાં 10 લાખ 9 હજાર સ્થાપનો પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર, મફત વીજળી યોજનાએ 10 માર્ચ સુધીમાં દેશભરમાં 10 લાખ 9 હજાર સ્થાપનો પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ચંદીગઢ તથા દમણ અને દીવે તેમની 100 ટકા સરકારી ઇમારતો પર સૌર લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે, જે સ્વચ્છ ઉર્જા અપનાવવામાં દેશનું નેતૃત્વ કરે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યો પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે, જે એકંદર સ્થાપનના આંકડામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.