રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ઐતિહાસિક પહેલ ગણાવી જણાવ્યું કે, સંશોધનોથી સ્પષ્ટ થયું છે કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઓછું નથી થતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત દરમ્યાન આ વાત કરી હતી.
આ પ્રસંગે, બંને મહાનુભાવો વચ્ચે પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા અને તેને રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક અમલી બનાવવા અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી. રાજ્યપાલે પ્રધાનમંત્રીને જાણકારી આપી કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિ અપનાવીને લાખો ખેડૂતોએ ખર્ચમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતામાં વધારો અને ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો અનુભવ્યો છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે, આ દિશામાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ગુજરાતના બિન-સરકારી સંગઠનોને સામેલ કરીને પ્રાકૃતિક ખેતીને એક વ્યાપક આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને કૃષિ ક્ષેત્રમાં એક નવી હરિયાળી ક્રાંતિ લાવશે, જે રસાયણમુક્ત, પર્યાવરણને અનુકૂળ અને માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હશે.
Site Admin | જુલાઇ 17, 2025 10:31 એ એમ (AM)
પ્રધાનમંત્રી સાથેની મુલાકાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ઐતિહાસિક પહેલ ગણાવી