નવેમ્બર 25, 2025 2:16 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી સાંજે કુરુક્ષેત્રમાં ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરુ તેગ બહાદુરજીને તેમના ૩૫૦મા શહીદી દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ નવમા શીખ ગુરુ ને તેમના અજોડ સાહસ અને બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપી. તેમણે ઉમેર્યું કે શ્રદ્ધા અને માનવતાના રક્ષણ માટે આપેલી ગુરુ તેગ બહાદુરજી ની શહાદત સમાજને હંમેશા પ્રકાશિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે કુરુક્ષેત્રની મુલાકાત લેશે અને ગુરુ તેગ બહાદુરજીના ૩૫૦મા શહીદી દિવસ નિમિત્તે યોજાનારા ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી પૂજ્ય ગુરુના ૩૫૦મા શહીદી દિવસ નિમિત્તે એક ખાસ સિક્કો અને સ્મારક ટિકિટ બહાર પાડશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.