જૂન 20, 2025 2:03 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી સાંજે ઓડિશામાં ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકારના એક વર્ષ પૂર્ણ થવા પ્રસંગે યોજનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી આજે સાંજે ઓડિશામાં ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકારના એક વર્ષ પૂર્ણ થવા પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ભૂવનેશ્વરના જનતા મેદાનમાં યોજાશે. આ પ્રસંગે શ્રી મોદી 18 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પરિયાજનાઓમાં પીવાના પાણી, સિંચાઈ, ખેતી, આરોગ્ય, માર્ગ અને બ્રિજ, રાષ્ટ્રીય રાજમાર્ગ અને રેલવે ક્ષેત્રની છે.