પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતમાં અંદાજિત બે લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થયો છે.
રાજયસભામાં સાંસદ નરહરી અમીને પૂછેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શોભા કરાન્દલજેએ જણાવ્યું કે, લાભાર્થીઓને ઉદ્યોગ સ્થાપવા માટેની ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય બે તબક્કામાં ચૂકવવામાં આવે છે. જેનો પ્રથમ હપ્તો એક લાખ રૂપિયાનો મળે છે ત્યારબાદ બે લાખ રૂપિયા લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે. આ લોન પાંચ ટકાના વ્યાજદરે આપવામા આવે છે તથા કેન્દ્ર સરકાર દ્વારા 8 ટકા સુધી આર્થિક સહાય આપવામાં આવે છે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 9:52 એ એમ (AM) | પ્રધાનમંત્રી વિશ્વકર્મા
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતમાં અંદાજિત બે લાખથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થયો
