પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શનિવારે અમદાવાદના લોથલ ખાતે રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ- NMHC પરિયોજના અંગે સમીક્ષા બેઠક અને નિરીક્ષણ કરશે. શ્રી મોદીના “વિરાસત ભી વિકાસ ભી”ના ધ્યેયને સાકાર કરતી આ પરિયોજના અંદાજે ચાર હજાર 500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. સાંભળીએ એક અહેવાલ.
ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું સંકુલ નિર્માણ પામી રહ્યું છે. આંતર-રાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહેલા આ સંકુલમાં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સમન્વય જોવા મળશે. એટલું જ નહીં, સંકુલમાં વિશ્વનું સૌથી ઊંચી 77 મીટરનું દિવાદાંડી સંગ્રહાલય પણ તૈયાર થશે. તેમાં રાત્રિના સમયે લાઈટિંગ શૉ પણ થશે. સાથે જ સંકુલમાં દરિયાઈ વિશ્વ-વિદ્યાલય બનાવાશે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 8:16 પી એમ(PM)
પ્રધાનમંત્રી લોથલ ખાતે નિર્માણ પામી રહેલા રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંગ્રહાલયની કામગીરીની સમીક્ષા કરશે