પ્રધાનમંત્રી મોરેશિયસની તેમની ઐતિહાસિક અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પહોંચ્યા છે.ભારત અને મોરેશિયસના સંબંધોને વધુ સુદ્રઢ બનાવતા વિવિધ પાસાઓની ચર્ચા તેમજ વિવિધ સમજૂતીના કરારો પર હસ્તાક્ષર સાથે બે દિવસના પ્રવાસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત ફર્યા છે.. આ પ્રવાસ દરમિયાન દરિયાઈ સુરક્ષા સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અને સ્થાનિક ચલણમાં વેપારને પ્રોત્સાહન આપવા સહિતનાં આઠ કરારો પર હસ્તાક્ષર થયા હતા.
મોરેશિયસની તેમની યાત્રાના બીજા અને અંતિમ દિવસે, પ્રધાનમંત્રીએ ચેમ્પ ડી માર્સ ખાતે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી. સમારંભ દરમિયાન, મોરેશિયસના રાષ્ટ્રપતિ, ધરમબીર ગોખુલેએ ભારત-મોરેશિયસ ભાગીદારીમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ શ્રી મોદીને ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિંદ મહાસાગર પુરસ્કાર એનાયત કર્યો. પ્રધાનમંત્રી મોદી મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય છે.