ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 16, 2024 8:02 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્તરાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેશે. મહાસભાના અધ્યક્ષ ડેનિસફ્રાન્સિસના કાર્યાલય દ્વારા આ કાર્યક્રમની પ્રાથમિક માહિતી આપવામાં આવી છે.સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રની બેઠક 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સામાન્ય ચર્ચામાં ભાગ લેનારા વક્તાઓની અંતિમ યાદી પ્રસિધ્ધકરવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણનામ છે. શ્રી મોદી મહાસભામાં ઉદબોધન કરે તેવી શક્યતા છે. જો કે આ અંતિમ યાદી નથી.શ્રી મોદીએ આ અગાઉ સપ્ટેમ્બર, 2021માં સંયુક્તરાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધન કર્યુ હતું.નવેમ્બરમાં અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી હોવાથી જો બાઇડેન વર્તમાન કાર્યકાળનુંઅંતિમ સંબોધન કરશે.