પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, વૈશાલી રમેશબાબુનું સમર્પણ પ્રશંસનિય છે.પ્રધાનમંત્રીએ વૈશાલીને ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વૈશાલીની વ્યૂહાત્મક વિચારસરણી અને સમર્પણે તેને આ સિદ્ધિ અપાવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે, તેની જીત વિશ્વ ચેસમાં ભારતના વધતા પ્રભુત્વનો પુરાવો છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું કે વૈશાલીએ આ સ્પર્ધા સતત જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે વૈશાલીની જીત તેની પ્રતિભા, દૃઢ નિશ્ચય અને સમર્પણનો પુરાવો છે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 2:12 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.
