ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2024 11:20 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી મોદી કાલે છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઝારખંડના જમશેદપુરમાં છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. સમારોહ દરમ્યાન આ એક્સપ્રેસ ટ્રેનોને ટાટાનગર રેલ્વે સ્ટેશન પરથી રવાના કરાશે. આ ટ્રેનો ઝારખંડને અન્ય રાજ્યો સાથે જોડશે. આ
ટ્રેનો રેલ્વે નેટવર્કના વર્તમાન આધુનિકીકરણ અને કનેક્ટિવિટી વધારવા માટે સરકારનો પ્રયાસ છે.
આ સિવાય ઝારખંડમાં અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે સાંજે ટાટાનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈને વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની તૈયારીઓની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી આવતીકાલે જમશેદપુરના ગોપાલ મેદાનમાં જનસભાને પણ સંબોધિત કરશે. આ અગાઉ પ્રધાનમંત્રી વોલ્ટાસ ગોલચક્કરથી ગોપાલ મેદાન સુધી દોઢ કિલોમીટર લાંબો રોડ-શો પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ