ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 23, 2025 7:39 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે બિહારમાં ૧૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારની મુલાકાત લેશે. શ્રી મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબનીથી દેશવ્યાપી ગ્રામસભાઓને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનો મુખ્ય કાર્યક્રમ ઝાંઝરપુરના બિદેશ્વર સ્થાન ખાતે યોજાશે, જ્યાં તેઓ ૧૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના માળખાગત વિકાસકામોનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે વિવિધ શ્રેણીઓમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો ૨૦૨૫ પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી મધુબનીથી અત્યાધુનિક જયનગર-પટણા નમો ભારત રેપિડ એક્સપ્રેસ અને સહરસા એલટીટી મુંબઈ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત ચાર નવી ટ્રેનોને લીલી ઝંડી ફરકાવીને શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છ મંત્રાલયો સાથે સંબંધિત અનેક મુખ્ય માળખાગત સુવિધાઓ અને કલ્યાણકારી પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ