પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદા ટાઉન રેલ્વે સ્ટેશન પર હાવડા અને ગુવાહાટી (કામખ્યા) વચ્ચે દોડનારી ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ ગુવાહાટી – હાવડા વંદે ભારત સ્લીપરને વર્ચ્યુઅલી લીલી ઝંડી પણ આપશે.પશ્ચિમ બંગાળના માલદામાં પ્રધાનમંત્રી 3 હજાર 250 કરોડથી વધુના અનેક રેલ અને રોડ આંતરમાળખાકીય પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. તેઓ પશ્ચિમ બંગાળમાં ચાર મુખ્ય રેલ્વે પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ મુસાફરો અને માલગાડી સેવાઓને મજબૂત બનાવશે અને પ્રદેશમાં રોજગારીની તકો ઉભી કરશે.પ્રધાનમંત્રી માલદામાં ચાર નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને વર્ચ્યુઅલી લીલીઝંડી પણ આપશે. સાંજે, શ્રી મોદી આસામના ગુવાહાટીમાં બોડો સમુદાયના સમૃદ્ધ વારસાની ઉજવણી કરતી ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમ બાગુરુમ્બા દ્વો 2026 માં ભાગ લેશે.શ્રી મોદી આવતીકાલે આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે, શ્રી મોદી ગુવાહાટી અને રોહતક અને ડિબ્રુગઢ અને લખનૌ વચ્ચે દોડતી બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી આપશે.પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં 830 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ કરશે. શ્રી મોદી બાલાગઢમાં વિસ્તૃત પોર્ટ ગેટવે સિસ્ટમનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી મોદી કોલકાતાથી અન્ય રાજ્યો સુધીની ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી આપશે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 8:59 એ એમ (AM)
પ્રધાનમંત્રી મોદી આજે હાવડા અને ગુવાહાટી વચ્ચે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે