પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનની 2024ની ફાઇનલમા વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન દેશના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડતા મંચ તરીકે ઊભરી આવ્યું છે.
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 ની 7મી આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલે – સોફ્ટવેર સંસ્કરણ પંજાબની બે શૈક્ષણિક સંસ્થાઓમાં શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. ફગવાડા, પંજાબમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી 37 ટીમોમાંથી 222 પ્રતિભાગીઓની યજમાન છે.
આ કાર્યક્રમ ચંદીગઢ નજીક મોહાલીમાં ચંદીગઢ કોલેજ ઓફ એન્જિનિયરિંગ-CECમાં પણ શરૂ થયો છે. CEC દેશભરના 11 અલગ-અલગ રાજ્યોમાંથી એકસો 68 વિદ્યાર્થીઓ અને ટ્રેનર્સની 25 પ્રતિભાશાળી ટીમોને મેજબાની કરી રહ્યું છે. આ બે દિવસીય ગ્રાન્ડ ફિનાલેનું આયોજન શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. દેશભરના 51 કેન્દ્રો પર 49 હજાર વિદ્યાર્થીઓની ટીમો ભાગ લઈ રહી છે.
Site Admin | ડિસેમ્બર 11, 2024 3:48 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદી આજે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની ફાઇનલમાં યુવા સંશોધકો સાથે સંવાદ કરશે