ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી મોદી આજે સાંજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી નાગપુર રેલવે મથકથી નાગપુર સિકંદરાબાદ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી નાગપુર રેલવે મથકથી નાગપુર સિકંદરાબાદ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે.
આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઅને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહેશે. નાગપુર રેલવે સ્ટેશન પરત્રણ વંદે ભારત ટ્રેનના શુભારંભ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં નાગપુર—સિકરંદાબાદ,પુણે—હુબલી અને કોલ્હાપુર પુણે માર્ગ સામેલ છે. વિદર્ભ વિસ્તાર માટે મહત્વની નાગપુર—સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ આ બંને ઔદ્યોગિક શહેરને જોડશે અને પૂર્વ વિદર્ભમાં ચંદ્રપુર તેમ જ બલ્હારશાહ શહેરમાં રોકાશે.