પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ત્રિપુરાના ઉદયપુરમાં હિન્દુઓ દ્વારા પૂજાયેલા 51 શક્તિપીઠોમાંના એક, પુનઃવિકસિત માતા ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી અરુણાચલ પ્રદેશની મુલાકાત બાદ બપોરે અગરતલા પહોંચશે.ત્યારબાદ પ્રસાદ યોજના હેઠળ પુનઃવિકસિત ત્રિપુરા સુંદરીમંદિરનું ઉદ્ઘાટન કરવા માટે ઉદયપુર ખાતે ગોમતી જિલ્લા મુખ્યાલય જશે. પ્રધાનમંત્રીમંદિરમાં પૂજા પણ કરશે. રાજ્ય સરકારના અધિકારીના જણાવ્યા અનુસાર, હાલ ઉપલબ્ધ સમયપત્રક મુજબ પ્રધાનમંત્રી દ્વારા કોઈ જાહેર સંબોધન કરવામાં આવશે નહીં. દરમિયાન, પ્રધાનમંત્રી મોદીની સુગમમુલાકાત માટે અગરતલા તેમજ મંદિર નગર ઉદયપુરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 8:44 એ એમ (AM)
પ્રધાનમંત્રી મોદી આજે ત્રિપુરા અને અરુણાચલ પરદેશની મુલાકાતે: માતા ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કરશે
