ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી મોદી આજે કિસાન સન્માન નિધિના 17મા હપ્તાના 20 હજાર કરોડ રૂપિયા લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કિસાન સન્માન નિધિના 17મા હપ્તામાં લગભગ નવ કરોડ 26 લાખ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા 20 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે.અત્યાર સુધી 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોએ પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ત્રણ લાખ ચાર હજાર કરોડ રુપિયાથી વધુનો લાભ પ્રાપ્ત કર્યો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કૃષિ સખી તરીકે સ્વ-સહાય જૂથોની ત્રીસ હજારથી વધુ મહિલાઓને પ્રમાણપત્ર પણ એનાયત કરશે. પ્રમાણપત્ર વિતરણનો આ કાર્યક્રમ “લખપતિ દીદી” કાર્યક્રમના ઉદ્દેશને અનુરૂપ છે.
શ્રી મોદી વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલનમાં ઉપસ્થિત રહેશે. સાંજે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન કરતા પહેલા પ્રધાનમંત્રી દશાશ્વમેઘ ઘાટમાં ગંગા આરતી કરશે. આજે રાત્રે વારાણસીમાં જ રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ આવતીકાલે બિહાર માટે રવાના થશે. સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી શ્રી નરેન્દ્ર મોદીનો આ પહેલો વારાણસી પ્રવાસ છે.