પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે મહો ઓમાનથાઈ રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
બંને નેતાઓએ મહો અનુરાધાપુરા સેક્શન પર સિગ્નલિંગ સિસ્ટમનું અનાવરણ પણ કર્યું. ભારત દ્વારા સમર્થિત આ બંને પ્રોજેક્ટના કારણે શ્રીલંકાના ઉત્તરીય ભાગ અને કોલંબો વચ્ચે ટ્રેનોનું સરળ અને સલામત સંચાલન સુનિશ્ચિત થશે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે
જયા શ્રી મહાબોધી મંદિરમાં પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીની આ મુલાકાતે સંરક્ષણ, ઉર્જા, જોડાણ અને ડિજિટલ આધારમાળખા સહિત અનેક ક્ષેત્રોમાં ભારત-શ્રીલંકા સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે.
બંને નેતાઓએ વિવિધ દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત માછીમારોના મુદ્દા પર પણ ચર્ચા કરાઇ. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે, શ્રીલંકાની સરકારે 11 માછીમારોને મુક્ત કર્યા છે અને વધુ કેટલાકને ટૂંક સમયમાં મુક્ત કરાશે.
Site Admin | એપ્રિલ 6, 2025 2:15 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે મહો ઓમાનથાઈ રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું