ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2025 7:55 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વચ્ચે ગઈકાલે ટેલિફોનીક વાતચીત થઈ હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, વાતચીત દરમિયાન, બંને નેતાઓ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોક સંપર્ક વધારવા સંમત થયા હતા. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ ગયા મહિને તેમની બ્રાઝિલ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે, વાતચીત દરમિયાન, બંને નેતાઓએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.