ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 23, 2025 8:15 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી મોદીની સાઉદી અરેબિયા મુલાકાત દરમિયાન અવકાશ, આરોગ્ય સહિતનાં ક્ષેત્રોમાં ચાર મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન અવકાશ, આરોગ્ય સહિતનાં ચાર ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યાં.
અમારા પશ્ચિમ એશિયાના સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે, ટૂંકી મુલાકાત હોવા છતાં, પ્રધાનમંત્રીની સાઉદી અરેબિયાની મુલાકાતના ફળદાયી પરિણામો આવ્યા છે.
સાઉદી અરેબિયાએ ભારતમાં ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી અને ફાઇનાન્સિયલ ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ સાઉદીમાં રહેતા 27 લાખ ભારતીયોની સંભાળ અને સમર્થન માટે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની પ્રશંસા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ