પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત આ વર્ષે સુધારા એક્સપ્રેસમાં જોડાયું અને વિશ્વનું ધ્યાન આકર્ષિત કરનાર નિવડ્યું. એક સોશ્યિલ મિડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, 2025 દેશ માટે સુધારાના વર્ષ તરીકે યાદ રાખવામાં આવશે. કારણ કે,તેમાં વિવિધ ક્ષેત્રોમાં મોટાં ફેરફારો જોવા મળ્યા, જેણે ભારતની વિકાસ યાત્રાને વેગ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે નવી દિલ્હીમાં નીતિ આયોગમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે વાતચીત કરી. આ ચર્ચા મુખ્યત્વે “આત્મનિર્ભરતા અને માળખાકીય પરિવર્તન: વિકસિત ભારત માટેનો કાર્યસૂચિ” વિષય પર કેન્દ્રિત હતી. આ કાર્યક્રમને સંબોધતા, પ્રધાનમંત્રીએ 2047 તરફ ભારતની વિકાસ યાત્રાના મુખ્ય સ્તંભોની રૂપરેખા આપી.વિકસિત ભારતને સમગ્ર રાષ્ટ્રની આકાંક્ષા ગણાવતા, શ્રી મોદીએ કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું વિઝન સરકારની નીતિઓમાં પ્રતિબિંબિત થાય છે. શ્રી મોદીએ કહ્યું, ભારતની નીતિનિર્માણ અને બજેટ પ્રક્રિયા 2047 ના વિઝન સાથે સુસંગત હોવી જોઈએ. પ્રધાનમંત્રીએ ભારતને વૈશ્વિક કાર્યબળ અને આંતરરાષ્ટ્રીય બજારો માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
Site Admin | ડિસેમ્બર 31, 2025 10:04 એ એમ (AM)
પ્રધાનમંત્રી મોદીએ 2025ને દેશ માટે આમૂલ પરિવર્તન લાવનારા વર્ષ તરીકે લેખાવ્યું