પ્રધાનમંત્રી મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ મિત્રતાના ગાઢ સંબંધોને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગ અને પરસ્પર હિતોને વધુ પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે.