પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે શ્રી ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને અમેરિકા વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 8:46 એ એમ (AM)
પ્રધાનમંત્રી મોદીએ યુએસ રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી