પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી રાષ્ટ્રવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અને આઠ-મા રાષ્ટ્રીય પોષણ મહા-અભિયાનનો આરંભ કરાવ્યો. આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું, આ અભિયાન માતાઓ અને બહેનોને સમર્પિત છે. એક પણ મહિલા માહિતી કે સંશાધનોના અભાવમાં બીમારીનો શિકાર ન થાય તે સરકારનો ઉદ્દેશ હોવાનું તેમણે ઉંમેર્યું. આ પ્રસંગે વિશ્વકર્મા ભગવાનની જયંતી નિમિત્તે પ્રધાનમંત્રીએ સૌને શુભેચ્છાઓ પાઠવી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ નિહાળ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 3:09 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી રાષ્ટ્રવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” નો આરંભ કરાવ્યો.