જુલાઇ 18, 2025 1:46 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં મોતીહારી ખાતે 7 હજાર 200 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ચંપારણ જિલ્લાના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું.
આ વિકાસ પ્રોજેક્ટ્સ રેલ, માર્ગ, ગ્રામીણ વિકાસ, મત્સ્યઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રો સાથે સંબંધિત છે. પ્રધાનમંત્રીએ ચાર નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી અને અનેક રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા.
શ્રી મોદીએ દરભંગામાં ટેકનોલોજી પાર્ક અને પટણામાં આ પાર્કના ઇન્ક્યુબેશન સેન્ટરની શરૂઆત કરાવી. તેમણે બિહારમાં મત્સ્યઉદ્યોગ અને જળચરઉદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.
શ્રી મોદીએ દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ બિહારમાં ૬૧ હજારથી વધુ સ્વ-સહાય જૂથોને ૪૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી.
બિહારની મુલાકાત બાદ શ્રી મોદી પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આમાં તેલ અને ગેસ, વીજળી, રેલ અને રોડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. શ્રી મોદી દુર્ગાપુરમાં એક રેલી પણ કરશે.