પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારસી સમુદાયના નવા વર્ષ, નવરોઝ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આ વિશેષ દિવસ દરેક માટે આનંદ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય લાવે. તેમણે એવી પણ શુભેચ્છા પાઠવી કે, આવનારું વર્ષ સફળતા અને પ્રગતિથી ભરેલું રહે અને સદભાવનાના બંધન વધુ મજબૂત બને.
Site Admin | માર્ચ 20, 2025 2:32 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદીએ પારસી સમુદાયના નવા વર્ષ, નવરોઝ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી
