પ્રધાનમંત્રી મોદીએ ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા સરહાના કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા સરહાના કરી હતી. સેશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, ડિજીટલ ઇન્ડિયા સશક્ત ભારતનું પ્રતિક બન્યુ છે,જે રોજિંદા  જીવનમાં સરળતા અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશ દ્વારા 11 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર થાય છે. આ આંકડો કેનેડા અને ફ્રાન્સની વસતી કરતા વધારે છે. એકસો, 37 કરોડથી વધુ આધાર નંબર તૈયાર કરાયા છે,જે દરેક ભારતીયની વિશેષ ઓળખ અને લાખો લોકોની ડિજીટલ ઓળખને સશક્તબનાવે છે. ડિજીલૉકર દ્વારા છસ્સો, 74 કરોડથી વધારે દસ્તાવેજ જાહેર કરાયા છે. ભારતનેટે છ લાખ કિલોટમીરથી વધારેનું ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક બિછાવ્યું છે. યૂપીઆઈ દ્વારા પાચસો, 35 કરોડથી વધારેના ટ્રાન્ઝેક્શન થયા. 34 કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડ બન્યા, જ્યારે 9 કરોડથી વધારે ફાસ્ટટેગ જાહેર કરાયા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.