જૂન 6, 2025 2:01 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરમાં વિશ્વનાં સૌથી ઊંચા રેલવે કમાન પુલ ચેનાબ બ્રિજ અને ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ પુલ અંજી ખડનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો.
શ્રી મોદીએ વિશ્વનાં સૌથી ઊંચાં રેલ્વે કમાન પુલ, ચેનાબ બ્રિજ અને ભારતનાં પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ- અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ શ્રીનગરથી માતા વૈષ્ણોદેવી કટરા અને કટરાથી શ્રીનગર વંદેભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. આ બંને વંદે ભારત ટ્રેનોની નિયમિત સેવાઓ શનિવારથી શરૂ થશે.
ઉપરોક્ત બંને પુલોનું નિરીક્ષણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબદુલ્લા, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કટરામાં રિયાસી જિલ્લાની 350 કરોડથી વધુની કિંમતની પ્રથમ મેડિકલ કોલેજ -શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સનો શિલાન્યાસ પણ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.