બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે ચાલી રહેલા બ્રિકસ શિખર સંમેલનમાં સભ્ય દેશોએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતું ઘોષણાપત્ર જારી કર્યું છે.લીડર્સ ડેક્લેરેશનમાં બ્રિકસ નેતાઓએ આતંકવાદીઓની સરહદ પારની અવરજવર, આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને સુરક્ષિત આશ્રયસ્થાનો સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા માટે તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. નેતાઓએ આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા નીતિ સુનિશ્ચિત કરવા અને આતંકવાદનો સામનો કરવા માટે બેવડા ધોરણોને નકારી કાઢવા વિનંતી કરી છે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આતંકવાદીઓ સામે પ્રતિબંધો લાદવામાં કોઈ ખચકાટ ન હોવો જોઈએ. તેમણે કહ્યું, આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ ત્રાજવે ન તોલી શકાય.શાંતિ અને સલામતી અંગેનાં સત્રને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે, આજે ત્રાસવાદ માનવતા સામેનો સૌથી મોટો પડકાર બની ગયો છે.પ્રધાનમંત્રી મોદીએ બ્રિક્સ શિખર સંમેલનમાં બ્રિક્સનાં સભ્યો સાથે ‘બહુપક્ષીયતા, આર્થિક-નાણાકીય બાબતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મજબૂત કરવા’ વિષય પર આયોજિત આઉટરીચ સત્રમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં શ્રી મોદીએ બ્રિક્સને વૈશ્વિક સહકાર અને બહુધ્રુવિય વિશ્વ માટે ઉદ્દીપક તરીકે ગણાવ્યું. પ્રધાનમંત્રીએ કૃષિ-બાયોટેકનોલોજી, ડિજિટલ શિક્ષણમાં ભારકતની પહેલ પર ભાર મૂક્યો અને બ્રિક્સ સાયન્સ એન્ડ રિસર્ચ રિપોઝીટરી માટે હાકલ કરી.
Site Admin | જુલાઇ 7, 2025 7:49 એ એમ (AM)
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું – આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ ત્રાજવે ન તોલી શકાય