ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 30, 2024 3:39 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદીએ ઓડિશાના ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના ભુવનેશ્વર ખાતે પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી. શ્રી મોદી આવતીકાલે પણ આ પરિષદમાં હાજરી આપશે.
વડાપ્રધાન કાર્યાલયે એક નિવેનદમાં જણાવ્યું છે કે, શ્રી મોદીએ હંમેશા ખુલ્લી અને અનૌપચારિક ચર્ચાને પ્રોત્સાહન આપ્યું છે. 3 દિવસની આ પરિષદનું ગઈકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉદઘાટન કર્યું હતું.
આ પરિષદમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ, પ્રધાનમંત્રીના અગ્રસચિવ પી.કે. મિશ્રા સહિતના મહાનુભાવો ભાગ લઈ રહ્યાં છે.
દેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સુરક્ષા પ્રબંધકોને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા આ પરિષદ યોજાઇ રહી છે. જેમાં સરહદ પારના આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ, દરિયાકાંઠાની સુરક્ષા અને નવા ફોજદારી કાયદા સહિતના મુદ્દે સત્ર યોજાશે.