નવી દિલ્હી ખાતે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને આગામી શાંઘાઈ શિખર સંમેલન (SCO) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો સંદેશ અને આમંત્રણ પ્રધાનમંત્રીને આપ્યું હતું.ગઇકાલે વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે સ્થિર અને રચનાત્મક સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે. શ્રી મોદીએ ભારત-ચીન સરહદ પર શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો અને સરહદ પ્રશ્નના પરસ્પર સહકાર અને એકમેક સંમતિ સાથે ઉકેલ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુન:રોચ્ચાર કર્યો.તેમણે તિયાનજિનમાં યોજાઈ રહેલા SCO સમિટમાં આમંત્રણ બદલ ચીનના રાષ્ટ્રપતિનો આભાર માન્યો અને તેમની સ્વીકૃતિ વ્યક્ત કરી. તેમણે SCO સમિટના ચીનના અધ્યક્ષપદ માટે સમર્થન વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ તિયાનજિનમાં રાષ્ટ્રપતિ શીને મળવા માટે આતુર છે. દરમિયાન, સૂત્રોએ જણાવ્યું કે ચીને ભારતની ત્રણ મુખ્ય સમસ્યાઓ અંગે ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યુ છે.ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ગઈકાલે તેમની મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરને ખાતરી આપી હતી કે ચીન ભારતની ખાતરો, દુર્લભ ખનીજો અને ટનલ બોરિંગ મશીનોની જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યું છે.
Site Admin | ઓગસ્ટ 20, 2025 8:38 એ એમ (AM)
પ્રધાનમંત્રી મોદીએ આશા વ્યક્ત કરી કે, ભારત અને ચીન વચ્ચે સ્થિર અને રચનાત્મક સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિમાં નોંધપાત્ર યોગદાન આપશે
