ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 14, 2025 7:47 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસની કેદમાંથી બચી ગયેલા તમામ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસની કેદમાંથી બચી ગયેલા તમામ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું છે.તેમણે કહ્યું, ભારત રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના પ્રદેશમાં શાંતિ લાવવાના નિષ્ઠાવાન પ્રયાસોને સમર્થન આપે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, બંધકોની મુક્તિ તેમના પરિવારોની હિંમત, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના અવિશ્વસનીય શાંતિ પ્રયાસો અને પ્રધાનમંત્રી નેતન્યાહૂના દૃઢ નિશ્ચયનું પરિણામ છે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ઇઝરાયલ-ગાઝા શાંતિ કરાર હેઠળ બંધકોની મુક્તિ પશ્ચિમ એશિયામાં એક નવા યુગની શરૂઆત દર્શાવે છે. ઇઝરાયલી સંસદને સંબોધતા, શ્રી ટ્રમ્પે બે વર્ષના યુદ્ધના અંતની ઉજવણી કરી, જ્યારે હમાસે તમામ 20 બચી ગયેલા બંધકોને મુક્ત કર્યા અને ઇઝરાયલે અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ કરાર હેઠળ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા.બે વર્ષના યુદ્ધ પછી ગાઝામાં બાકી રહેલા 20 બંધકોને ઇઝરાયલ પરત કરવામાં આવ્યા.