ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 2, 2024 9:06 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યપાલે નાગરિકોને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી – મુખ્યમંત્રી આજે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભે આજે સવારે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટ ર ખાતે નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન કરશે.
રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવ્યા બાદ તેઓ અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રી તે પહેલાં અમદાવાદ માં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે જશે. બપોરે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ અધિકારી મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવશે.
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.