પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તમિલનાડુની બે દિવસની મુલાકાત લઈ રહ્યા છે. યુકે અને માલદીવથી પરત ફર્યા બાદ તેઓ સીધા તુતીકોરિન જશે જ્યાં તેઓ આજે ચાર હજાર 800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
જેમાં તુતીકોરિન એરપોર્ટ પર નવી ટર્મિનલ બિલ્ડિંગ, સેઠિયાટોપ્પુ-ચોલાપુરમનું ચાર લેનિંગ, તુતીકોરિન બંદર રોડનું છ લેનિંગ, મદુરાઈ-બોદિનાયકનુર રેલ્વે લાઇનનું વીજળીકરણ અને નાગરકોઇલ-કન્યાકુમારી સેક્શનનું ડબલિંગ શામેલ છે.
શ્રી મોદી કૂડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટમાંથી વીજળીની નિકાસ માટે આંતર-રાજ્ય પ્રણાલીનો શિલાન્યાસ પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે આદિ તિરુવતિરાઈ મહોત્સવના સમાપન સમારંભમાં ભાગ લેશે. આ વિશેષ ઉજવણી રાજેન્દ્ર ચોલાના દક્ષિણ પૂર્વ એશિયામાં સુપ્રસિદ્ધ દરિયાઈ અભિયાનના 1,000 વર્ષ પૂર્ણ થવાની અને ચોલા સ્થાપત્યના ભવ્ય ઉદાહરણ, પ્રતિષ્ઠિત ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરના નિર્માણની શરૂઆતની સ્મૃતિમાં યોજાઈ રહી છે.
તમિલનાડુના સંસ્કૃતિમંત્રી અને રાજ્યપાલ આર.એન. રવિ, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન, અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં જોડાશે.
Site Admin | જુલાઇ 26, 2025 2:04 પી એમ(PM)
પ્રધાનમંત્રી માલદીવ્સથી પરત ફર્યા બાદ આજે તામિલનાડુના પ્રવાસે
