ઓગસ્ટ 11, 2025 7:57 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ, દેશના 35 લાખથી વધુ ખેડૂતોને 3 હજાર 900 કરોડ રૂપિયાની રકમ આપી

પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ, દેશના 35 લાખથી વધુ ખેડૂતોને દાવાની ચુકવણી તરીકે 3 હજાર 900 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી હતી.
આજે રાજસ્થાનના ઝુંઝુનુમાં એક કાર્યક્રમમાં, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પાક વીમા યોજનામાં વ્યાપક સુધારા કર્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારીને સમૃદ્ધ બનાવવા માટે સતત ઘણા નિર્ણયો લઈ રહી છે. કેન્દ્રીય મંત્રીએ ભેળસેળયુક્ત ખાતર અને બિયારણ વેચનારાઓની સામે નવા કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા પણ હાજર હતા.