પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસ દરમિયાન શ્રીશૈલમ્-માં આવેલા ઐતિહાસિક ભ્રામરામ્બા મલ્લિકાર્જૂન સ્વામી વરલા દેવસ્થાનમાં પૂજા-અર્ચના કરી. ત્યારબાદ શ્રી મોદી કુરનીલમાં અંદાજે 13 હજાર 430 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. આજે સવારે આંધ્રપ્રદેશ આવેલા પ્રધાનમંત્રીનું મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર અને રાજ્યમંત્રી નારા લોકેશ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પરિયોજનાઓ ઉદ્યોગ, વીજળી, માર્ગ, રેલવે, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ સાથે જોડાયેલી છે. શ્રી મોદી આ પ્રસંગે એક જનસભા પણ સંબોધશે.
Site Admin | ઓક્ટોબર 16, 2025 2:22 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ઐતિહાસિક ભ્રામરામ્બા મલ્લિકાર્જૂન સ્વામી વરલા દેવસ્થાનમાં પૂજા-અર્ચનાથી પ્રવાસનો પ્રારંભ કર્યો
