પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, શ્રી મોદી બપોરે કુર્નૂલમાં લગભગ 13 હજાર 430 કરોડ રૂપિયાના અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ યોજાઓ ઉદ્યોગ, વીજ ટ્રાન્સમિશન, રસ્તાઓ, રેલ્વે, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં ફેલાયેલા છે, જે રાજ્યમાં પ્રાદેશિક માળખાગત સુવિધા વધારવા, ઔદ્યોગિકીકરણને વેગ આપવા અને સમાવિષ્ટ સામાજિક-આર્થિક વિકાસને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદી આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નંદ્યાલ જિલ્લાના શ્રીશૈલમ સ્થિત શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પૂજા અને દર્શન પણ કરશે. તેઓ શ્રીશૈલમમાં શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રની પણ તેઓ મુલાકાત લેશે.
Site Admin | ઓક્ટોબર 16, 2025 8:07 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે
