પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોંગોલિયન રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. વાટાઘાટો બાદ અનેક કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.મોંગોલિયન રાષ્ટ્રપ્રમુખ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે, અને રાષ્ટ્રપતિ તેમના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. મોંગોલિયન રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના ભારતની ચાર દિવસની મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. રાષ્ટ્રપ્રમુખ તરીકે રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખની આ ભારતની પ્રથમ મુલાકાત છે.
Site Admin | ઓક્ટોબર 14, 2025 7:44 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોંગોલિયન રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના સાથે દ્રિપક્ષિય મંત્રણા કરશે
