ઓક્ટોબર 12, 2025 2:14 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા બદલ ડૉ. પેટ્રિક હર્મિનને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા બદલ ડૉ. પેટ્રિક હર્મિનને અભિનંદન પાઠવ્યા છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નોંધ્યું છે કે ભારત અને સેશેલ્સ હિંદ મહાસાગર દ્વારા જોડાયેલા બે દેશો છે અને સમાન આકાંક્ષાઓ અને જરૂરિયાતો ધરાવે છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડૉ. હર્મિનનો કાર્યકાળ બંને દેશો વચ્ચેના વર્ષો જૂના અને બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.