ઓક્ટોબર 11, 2025 7:52 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ બે મુખ્ય કૃષિ ક્ષેત્રની પહેલો, પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના અને કઠોળ આત્મનિર્ભરતા મિશનનો પ્રારંભ કર્યો, જેનો ખર્ચ 35 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ બે નવી યોજનાઓ દેશના આત્મનિર્ભરતા અને ખેડૂતોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કઠોળ આત્મનિર્ભરતા મિશન એ ભાવિ પેઢીઓને આત્મનિર્ભર બનાવવાની યોજના છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષોમાં, ભારતની કૃષિ નિકાસ લગભગ બમણી થઈ ગઈ છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે દેશમાં છ નવી ખાતર કંપનીઓની સ્થાપના કરવામાં આવી છે, અને છેલ્લા ૧૧ વર્ષમાં ખેડૂતોને ૨૫ કરોડ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી વસ્તુ અને સેવા કર – GST સુધારાઓમાં, સરકારે કૃષિ સાધનો પર GST દર ઘટાડીને ખેડૂતોને રાહત આપી છે