ઓક્ટોબર 11, 2025 2:45 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે એક ખાસ કૃષિ કાર્યક્રમમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.
શ્રી મોદી કૃષિ ક્ષેત્રમાં બે મુખ્ય પહેલ, ‘પીએમ ધન ધાન્ય કૃષિ યોજના’ અને ‘કઠોળમાં આત્મનિર્ભરતા માટે મિશન’નું અનાવરણ કર્યું જેનો ખર્ચ 35 હજાર કરોડ રૂપિયાથી વધુ થશે. પ્રધાનમંત્રી ખેડૂતો સાથે પણ વાતચીત કરશે.
આ કાર્યક્રમ ખેડૂત કલ્યાણ, કૃષિ સ્વનિર્ભરતા અને ગ્રામીણ માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડશે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રોમાં પાંચ હજાર 450 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા, જ્યારે લગભગ 815 કરોડ રૂપિયાના વધારાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો.