ઓક્ટોબર 11, 2025 8:08 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એક ખાસ કૃષિ કાર્યક્રમમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી બે મુખ્ય કૃષિ ક્ષેત્રની પહેલો: પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન શરૂ કરશે અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમ ખેડૂત કલ્યાણ, કૃષિ સ્વનિર્ભરતા અને ગ્રામીણ માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા પ્રત્યે સરકારની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રોમાં 5 હજાર 450 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. તેઓ આશરે 8 અબજ 15 કરોડના અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે.