પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટારમર આજે મુંબઈમાં વાટાઘાટો કરશે. યુકેના પ્રધાનમંત્રી ગઈકાલે ભારતની બે દિવસીય મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા. શ્રી સ્ટારમર સાથે યુકેનું અત્યાર સુધીનું સૌથી મોટું વેપાર પ્રતિનિધિમંડળ પણ ભારત પહોંચ્યું છે.
વાટાઘાટો દરમિયાન, બંને પ્રધાનમંત્રી ‘વિઝન 2035’ ને અનુરૂપ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓમાં પ્રગતિનો અભ્યાસ કરશે. ‘વિઝન 2035’ એ વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને ઉર્જા, આરોગ્ય, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધોના મુખ્ય સ્તંભોમાં કાર્યક્રમો અને પહેલોનો કેન્દ્રિત અને સમયબદ્ધ 10-વર્ષનો રોડમેપ છે. બંને નેતાઓ ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા ભવિષ્યની ભારત-યુકે આર્થિક ભાગીદારીના કેન્દ્રિય સ્તંભ તરીકે રજૂ કરાયેલી તકો પર વ્યવસાયો અને ઉદ્યોગ નેતાઓ સાથે વાતચીત કરશે.
પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી સ્ટારમર આજે મુંબઈમાં છઠ્ઠા ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પણ ભાગ લેશે અને આ પ્રસંગે મુખ્ય વક્તવ્ય આપશે.
Site Admin | ઓક્ટોબર 9, 2025 6:28 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટારમર આજે મુંબઈમાં વાટાઘાટો કરશે