પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, જે ભારતના ઉડ્ડયન માળખામાં એક મોટો સીમાચિહ્નરૂપ છે. 19 હજાર 650 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ હવાઈમથક ડિસેમ્બર સુધીમાં વાણિજ્યિક કામગીરી શરૂ કરે તેવી શક્યતા છે. ઉદ્ઘાટન પહેલાં, પ્રધાનમંત્રીએ નવી સુવિધા, તેની અદ્યતન ડિઝાઇન અને મુસાફરોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. તેમણે દિવ્યાંગ બાળકો સાથે પણ વાતચીત કરી. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, નવું હવાઈ મથક વિકસિત ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે.
શ્રી મોદીએ કહ્યું, છેલ્લા 11 વર્ષમાં દેશના દરેક ખૂણે વિકાસ થઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે. તેમણે ઉમેર્યું કે આ દાયકાના અંત સુધીમાં ભારતને વૈશ્વિક ઉડ્ડયન જાળવણી, સમારકામ અને ઓવરહોલ-MRO હબ બનાવવાનું લક્ષ્ય છે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 7:51 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના પહેલા તબક્કાનું લોકાર્પણ કરતાં કહ્યું ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર